70th National Film Awards: જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો 70મો નેશનલ ફિલ્મ એવોર્ડસ, મિથુન દા પણ હશે સામેલ
70મો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહ આજે એટલે કે 8મી ઓક્ટોબરે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. ડીડી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર ચાહકો ઈવેન્ટને લાઈવ જોઈ શકે છે.
1 / 5
આજે મંગળવાર 8 ઓક્ટોબરના રોજ નેશનલ ફિલ્મ એવોર્ડ રાજધાની દિલ્હીમાં યોજાશે. આ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ વિજેતાઓને સન્માનિત કરશે.
2 / 5
રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના વિજેતાની જાહેરાત 16 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આ વિજેતાઓને સન્માનિત કરશે. આ સમારોહમાં ફિલ્મ કંતારા માટે ઋષભ શેટ્ટીને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવશે. આ વખતે વર્ષ 2022ની ફિલ્મો માટે એવોર્ડ આપવામાં આવશે.
3 / 5
આ એવોર્ડ સમારોહમાં દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તો ચાલો જાણો આ એવોર્ડ સમારોહ તમે ક્યાં લાઈવ જોઈ શકશો.
4 / 5
70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન ડીડી ન્યુઝ ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ બપોરના 4 કલાકથી શરુ થશે. આ એવોર્ડ સમારોહમાં બોલિવુડથી લઈ સાઉથ સહિત અન્ય ભાષાના કલાકારો અને નિર્માતા-નિર્દેશક સામેલ થશે.
5 / 5
બોલિવુડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને આ વર્ષ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સોમવારે આ વાતની જાહેરાત કરી હતી.
Published On - 4:05 pm, Tue, 8 October 24