
શ્રીયા સરનના ભાઈનું નામ અભિરૂપ છે.અભિનેત્રી એક ફિલ્મ માટે 3-4 કરોડ રુપિયા ચાર્જ લે છે. શ્રિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે લાંબા સમય સુધી પોકેટ મની બચાવી રાખી હતી અને પછી તે અંધ શાળાને દાન કરી હતી.

શ્રેયાએ તેની અભિનય કારકિર્દી તેલુગુ ફિલ્મોથી શરૂ કરી હતી. શ્રેયા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ખૂબ જ લોકપ્રિય અને ડિમાન્ડિંગ એક્ટ્રેસ છે. તેણે ફિલ્મ 'તુઝે મેરી કસમ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ 'દ્રશ્યમ'થી તેને ઈન્ડસ્ટ્રીમાં ખાસ્સી ઓળખ મળી હતી.

શ્રિયા સરને તેના રશિયન બોયફ્રેન્ડ એન્ડ્રુ કોશિવ સાથે 2018માં લગ્ન કર્યા હતા. આજે બંનેને એક પુત્રી રાધા છે જેની સાથે શ્રેયા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. શ્રિયાના પતિ ટેનિસ ખેલાડી અને બિઝનેસમેન છે.