
અભિનેતા સાઉથમાં એટલો લોકપ્રિય છે કે લોકો તેની ફિલ્મોની ટિકિટ લેવા માટે આખી રાત લાઈનોમાં ઉભા રહે છે.અભિનેતાએ એર્નાકુલમ લો કોલેજમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો છે. તેઓ એક સફળ વકીલ રહી ચૂક્યા છે. તેણે પોતાના જુસ્સા માટે કાયદો છોડી દીધો હતો. જો કે તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમણે 1979માં સલ્ફત સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે.

મલયાલમ સુપરસ્ટાર મામૂટીના પુત્ર દુલકર સલમાને ફિલ્મોની દુનિયામાં પોતાના પિતાથી અલગ ઓળખ બનાવી છે. સ્ટાર કિડ હોવા છતાં તેણે ફિલ્મી દુનિયામાં અન્ય સ્ટારની જેમ ઘણો સંઘર્ષ કર્યો છે. દુલકર સલમાન સાઉથ સિનેમાનું જાણીતું નામ છે. દુલકર મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવવામાં વ્યસ્ત છે. તે ઈરફાન ખાન અને મિથિલા પાલકર સાથે ફિલ્મ 'કારવાં'માં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે સોનમ કપૂર સાથે 'ધ ઝોયા ફેક્ટર'માં પણ કામ કર્યું છે. તેની સીતા રમમ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી.

અભિનેતાની પત્ની અમલ સુફિયા આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. વર્ષ 2017માં બંને એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. દુલકર સલમાન અને અમલ સુફિયા ઇન્ડસ્ટ્રીના લવલી કપલ્સમાંથી એક છે અને ચાહકો પણ તેમને સાથે પ્રેમ કરે છે.

દુલકર સલમાને અનેક ભાષાઓની ફિલ્મોમાં પોતાનો જાદુ ફેલાવ્યો છે. તે મલયાલમ, તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં સક્રિય છે.દુલકર સલમાને વર્ષ 2011માં અમલ સુફિયા સાથે લગ્ન કર્યા હતા. બંનેના એરેન્જ્ડ મેરેજ છે, દુલકર સલમાને અભિનય ક્ષેત્રે કારકિર્દી શરૂ કરતા પહેલા જ અમલ સુફિયા સાથે લગ્ન કરી લીધા હતા.