હમણાં રિલીઝ થયેલી Prithviraj ફિલ્મ ફ્લોપ ગઈ છે, પણ બોલિવુડની એ ફિલ્મ વિશે જાણો જે Superhit Historical Movie સાબિત થઈ છે
Superhit Historical Movie: પૃથ્વીરાજ બોક્સ ઓફિસ પર ફ્લોર રહી છે. અક્ષય કુમારની આ બીજી બેક ટુ બેક ફિલ્મ છે જે ફ્લોપ રહી છે. પૃથ્વીરાજ એક ઐતિહાસિક ફિલ્મ હતી જેમાંથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી.
1 / 5
Mughal-E-Azam: દિલીપ કુમાર અને મધુબાલા અભિનીત ફિલ્મ મુગલ-એ-આઝમ, 1960માં રિલીઝ થઈ હતી, જેની ગણતરી હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. આજે પણ આ ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ ફિલ્મ બનાવવામાં 1.5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા પરંતુ આ ફિલ્મે તે સમયે 11 કરોડની કમાણી કરી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
2 / 5
Jodhaa Akbar: મુગલ બાદશાહ અકબરની વાર્તા દર્શાવતી ફિલ્મ જોધા અકબર પણ જબરદસ્ત હિટ રહી હતી. આ ફિલ્મને બનાવવામાં 33 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે 120 કરોડની કમાણી કરી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
3 / 5
Bajirao Mastani: દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાની આ ફિલ્મ એક ઐતિહાસિક ફિલ્મ હતી. જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મને બનાવવામાં 145 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મે પણ 350 કરોડની કમાણી કરી હતી. લોકોએ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
4 / 5
Padmaavat: આ હિન્દી સિનેમાની સૌથી વિવાદિત ફિલ્મ હતી. તેને બનાવવામાં ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. આ ફિલ્મ 215 કરોડ રૂપિયામાં બની હતી અને ફિલ્મે 585 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે રાણી પદ્માવતીની ભૂમિકા ભજવી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
5 / 5
Tanhaji: 2020માં આવેલી ‘તાનાજી’ વધુ એક એવી ઐતિહાસિક ફિલ્મ છે જે મરાઠા સામ્રાજ્યની શૂરવીરતાને ભવ્ય અંદાજમાં દર્શાવવામાં સફળ રહી છે. આ ફિલ્મ બનાવવા પાછળ 110-150 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે રિપોર્ટ્સનું માનીએ તો તેને 368 કરોડની કમાણી કરી હતી.
Published On - 11:46 am, Tue, 14 June 22