
પ્રાઈમ વીડિયોની વેબ સિરીઢ કોલ મી બી થી અનન્યા પાંડે ઓટીટી ડેબ્યુ કરશેય જેમાં તે એક અમીર પિતાની પુત્રી તરીકે જોવા મળશે. જેને તેના પરિવારે દુર કરી નાંખી છે. આ વેબ સિરીઝનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. હજુ રિલીઝની જાહેરાત કરવામાં આવી નથી,

પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડેન સ્ટાર સિટાડેલ આ વર્ષે રિલીઝ થઈ ચૂકી છે. જેનું હિન્દીમાં રિમેક વરુણ ધવન અને સામંથા રુથ પ્રભુ કરશે. આ વેબ સિરીઝ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

વાણી કપુર યશરાજ બેનરની ક્રાઈમ થ્રિલર સીરિઝ મંડલા મડર્સથી ડેબ્યુ કરશે. તેણે અત્યારસુધીની સૌથી પડકારજનક ભુમિકા ગણાવી છે. તેનું કહેવું છે કે, તેને ચાહકો અલગ રુપમાં જોશે.

ધર્મા પ્રોડક્શનની ફિલ્મ એ વતન મેરે વતનમાં સારા અલી ખાન 1940ના દશકની એક સ્વતંત્રતા સેનાની ભુમિકા નિભાવતી જોવા મળશે. તેના પાત્રનું નામ ઉષા મહેતા છે. સારાએ પોસ્ટર શેર કરતા ડાયરેક્ટર કન્ન અય્યરનો આભાર માન્યો છે.