લંડનમાં, કરીના કપૂર પણ તેની ગર્લ્સ ગેંગ સાથે મસ્તી કરતી જોવા મળી છે, કરીનાએ એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં તે અમૃતા અરોરા, કરિશ્મા કપૂર અને નતાશા પૂનાવાલા સાથે પોઝ આપતી જોવા મળી હતી. વર્ક ફ્રન્ટ પર, કરીના હાલમાં તેની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝની રાહ જોઈ રહી છે, જેમાં આમિર ખાન મુખ્ય ભૂમિકામાં હશે.