
તમને જણાવી દઈએ કે, સૂરજ માત્ર 24 વર્ષનો છે. તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત થોડા વર્ષો પહેલા જ કરી હતી. વર્ષ 2019માં તેને ડિરેક્ટર રઘુ કોવીની ફિલ્મથી લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક કારણોસર તેની ફિલ્મ ચાલી ન હતી. તે ટૂંક સમયમાં ભગવાન શ્રી પરમાત્મા ફિલ્મમાં જોવા મળવાનો હતો.

આ સિવાય તેઓ અન્ય પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલા હતા. જો કે, તે પહેલા તેની સાથે એક ભયંકર અકસ્માત થયો અને તેણે એક પગ ગુમાવવો પડ્યો. ત્યારે હવે આગળ શું નિર્ણય લેવામાં આવે તેને લઈ ચાહકોને પણ રાહ જોવી પડશે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, હાલના દિવસોમાં સૂરજ કુમાર 'રથમ' નામની ફિલ્મ અને પ્રિયા પ્રકાશ વરિયર સાથે અન્ય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. પરંતુ આ વચ્ચે તે આ ભયાનક અકસ્માતનો શિકાર બન્યો છે.