
તેના ઈન્સ્ટાગ્રામ પર કેરોયુઝલ પોસ્ટ શેર કરતા, કંગના રનૌતે લખ્યું, "તમે તમારા સપના પસંદ કરતા નથી... તેઓ તમને પસંદ કરે છે... વિશ્વાસ કરો અને છલાંગ લગાવો." તેના શાહી ફોટોશૂટને અપલોડ થતાંની સાથે જ લાખો લાઈક્સ મળી રહી છે. (Pic Credit - Kangana Ranaut Instagram)

કંગનાએ ફરી એકવાર ડાયરેક્શનની કમાન સંભાળી છે. તે તેના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'ઈમરજન્સી'માં જોવા મળશે. કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. ઈમરજન્સી પછી કંગના હોરર-કોમેડી ચંદ્રમુખી 2માં જોવા મળશે. એક્ટ્રેસની પાઈપલાઈનમાં એક્શન તેજસ પણ છે. (Pic Credit - Kangana Ranaut Instagram)