
કાલુ સામે નોંધાયેલા કેસમાં ફાયરિંગ અને બાઇક ચોરીના 5 કેસ છે. કાલુ વિરુદ્ધ ગુરુગ્રામમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. કાલુના તાજેતરના ગુનાની વાત કરીએ તો તેણે લોરેન્સ બિશ્નોઈની સૂચના પર હરિયાણાના રોહતકમાં એક વેપારીની હત્યા કરી હતી. આ ઘટના સીસીટીવીમાં પણ રેકોર્ડ થઈ ગઈ હતી અને ગોળી ચલાવતી વખતે કાલુની ઓળખ થઈ હતી. આ સિવાય કાલુ પર હરિયાણાના એક વિસ્તારમાં લૂંટનો પણ આરોપ છે. કહેવાય છે કે કાલુ વિદેશમાં સ્થિત ગેંગસ્ટર રોહિત ગોદારા માટે કામ કરે છે. તેણે રોહિતની સલાહ પર જ સચિનની હત્યા કરી હતી.

સલમાન ખાનના ખબર અંતર જાણવા ગઈકાલે સાંજે ઘણા ચાહકો તેના ઘરની બાહર આવી ગયા હતા આ સાથે ફેમિલી તેમજ ફ્રેન્ડસ પણ સલમાનને મળવા પહોચ્યાં હતા. આ મામલે સુપરસ્ટારની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ સલમાનના પિતા સલીમ ખાને કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી.

સલમાનની પાછળ કેમ પડ્યો છે લોરેન્સ બિસનોઈ તે જણાવીએ તો રાજસ્થાનમાં 1998માં કાળા હરણના શિકારની ઘટના બાદ સલીમ ખાન અને સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.