
ઉંમરમાં અંતરની આપણે વાત કરીએ તો કબીર બેદીની ઉંમર 79 છે અને પરવીનની 49 વર્ષ છે. એટલે કે, કપલમાં 30 વર્ષનું અંતર છે. મહત્વની વાત એ છે કે, પરવીન કબીર બેદીની દીકરી પુજા બેદીથી ઉંમરમાં નાની છે.

પુજા બેદી 55 વર્ષની છે. આ હિસાબથી પુજા અને પરવીન વચ્ચે 6 વર્ષનું અંતર છે.જોકે, પિતાના ચોથા લગ્ન સમયે, એવું કહેવામાં આવ્યું હતું કે ,આ કારણે પૂજા અને કબીર વચ્ચે અણબનાવ થયો હતો.

કબીરે એક ઈન્ટરવ્યુમાં પોતાની અને પરવીનની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે,વર્ષ 2005માં બંન્નેની મુલાકાત લંડનમાં થઈ હતી, પરવીન દુસાંજ કબીરનું નાટક જોવા આવ્યા હતા.

આગળ અભિનેતાએ કહ્યું કે, પ્લે બાદ જ્યારે બંન્નેની મુલાકાત થઈ તો બંન્ને વચ્ચે વાતચીત શરુ થઈ અને દોસ્તી થઈ, ત્યારબાદ અંદાજે 30 વર્ષની ઉંમરનો તફાવત હોવા છતાં બંન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
Published On - 11:27 am, Wed, 30 July 25