
ઝલક દિખલા જાના સ્પર્ધકોએ રોહિત શેટ્ટી અમુક નિયમોનું પાલન કરવાનું હતું, તો જ તેમને પરફેક્ટ 30 માર્ક્સ સાથે ગોલ્ડન ચેર જીતવાની તક આપવામાં આવશે.

આ દરમિયાન ખતરો કે ખેલાડીના હોસ્ટ રોહિત શેટ્ટી, માધુરી દીક્ષિત, નોરા ફતેહી અને કરણ જોહરની સાથે ખુબ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

ડ્રામા,ડાન્સ અને ખતરોથી ભરેલા આ એપિસોડમાં નિયા શર્મા, ગશમીર મહાજની, રુબીના દિલાઈક, નીતિ ટેલર, જોરાવર કાલરા અને ફેસલ શેખ લાઈમલાઈટમાં આવ્યા હતા.

રૂબીના દિલાઈકને આંખો બંધ કરીને એરિયલ એક્ટ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો, જોકે આ ચેલેન્જ પૂરી કરતી વખતે તે લપસી ગઈ હતી, પરંતુ પોતાની બુદ્ધિમત્તાથી તેણે આ ભૂલને છુપાવી હતી.