
આજે મોના તેનો 41મો જન્મદિવસ ઉજવી રહી છે. ટીવી સિરિયલમાં અભિનેત્રીએ પોતાના જોરદાર અભિનયથી જે ઓળખ બનાવી હતી. તે આજે પણ લોકોના દિલમાં છે.

તમને જણાવી દઈએ કે, સાઉથના ઈન્વેસ્ટમેન્ટ બેન્કર શ્યામને લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ મોના સિંહે પણ તેની સાથે લગ્નના સાત ફેરા લીધા હતા.

અભિનેત્રીએ સોની ટીવીની લોકપ્રિય સીરિયલ જસ્સી જૈસી કોઈ નહીં દ્વારા દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. આજે પણ લોકો તેમને જસ્સીના નામથી જ બોલાવે છે.

વર્ષ 2003માં મોનાએ 'જસ્સી જૈસી કોઈ નહીં'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેણે એક છોકરીની ભૂમિકા ભજવી હતી જે સુંદર ન હતી પરંતુ તેનું મન ખૂબ જ તેજ હતું.

આ પછી મોનાએ 'રાધા કી બેટિયા કુછ કર દિખાયેંગી', 'ક્યા હુઆ તેરા વાદા', 'ઇતના કરો ના મુઝે પ્યાર', 'પ્યાર કો હો જાને દો' જેવી ઘણી સીરિયલ કરી છે.