
ટૂંક સમયમાં જાહ્નવી કપૂર વરુણ ધવન સાથે ફિલ્મ 'બવાલ'માં જોવા મળશે. આ ફિલ્મ 2023માં રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં જ આ ફિલ્મનું શેડ્યુલ વિદેશમાં પૂરું થયું હતું.

ગયા અઠવાડિયે જાહ્નવી કપૂર તેની ખાસ મિત્ર સારા અલી ખાન સાથે કરણ જોહર સાથે 'કોફી વિથ કરણ'માં સામેલ થઈ હતી. બંનેએ શોમાં ઘણી રસપ્રદ વાતોનો ખુલાસો કર્યો હતો.