
બીજા ફોટોમાં સફેદ સોફા પર બેઠેલી તે પોતાની બિલાડી સાથે ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છે. જો કે તેના આ ફોટોની ખૂબ ચર્ચા થઈ રહી છે. યુઝર્સ કોમેન્ટ દ્વારા કહી રહ્યા છે કે સુકેશ જેલમાં છે અને તેની બિલાડી જેકલીન સાથે છે.

ત્રીજા ફોટોમાં જેકલીનનો ક્લોઝઅપ શોટ પણ કેપ્ચર કરવામાં આવ્યો છે. જે ફોટોમાં તેની સુંદરતા સ્પષ્ટ જોવા મળી રહી છે. જેકલીનના આ ફોટોમાં તેની બેગ પણ એકદમ ક્લાસી છે. તેના ડ્રેસ સાથે પણ મેચિંગ છે.

છેલ્લા ફોટોની વાત કરીએ તો, જેકલીન ફર્નાન્ડીઝ તેમાં નિખાલસ શૉટ આપતી જોવા મળે છે. જો કે, આ ફોટોમાં ફેન્સની નજર તેના ડીપનેક આઉટફિટ પર અટકી ગઈ છે. જેક્લિને ખુલ્લા વાળ અને સ્કિન ટોન લિપસ્ટિકથી તેનો લુક પૂર્ણ કર્યો.