
કેટલાક મોટા સ્ટાર પોતાનું પર્સનલ જેટ,આલીશાન ઘર, કાર હોય છે. પરંતુ આજે અમે એક એવા સ્ટારની વાત કરી રહ્યા છીએ. જેની પાસે એક પ્રાઈવેટ આયલેન્ડ પણ છે.આ અભિનેત્રી દીપિકા પાદુકોણ, કેટરીના કેફ કે એશ્વર્યા રાય નહી પરંતુ વિદેશથી આવી બોલિવુડમાં ઓળખ બનાવનારી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ છે.

જેકલીન એકમાત્ર બોલીવુડ અભિનેત્રી છે જેની પાસે પ્રાઈવેટ આયરલેન્ડ છે. જેકલીન શ્રીલંકાના દક્ષિણ કિનારે ચાર એકરનો ટાપુ ધરાવે છે. તેમણે આ જમીનનો ટુકડો વર્ષ 2012 માં ખરીદ્યો હતો. રિપોર્ટ મુજબ તે સમયે અંદાજે 3 કરોડનો ખર્ચ કર્યો હતો.અહી અભિનેત્રી શાનદાર વિલા બનાવવા માંગે છે.

શ્રીલંકાથી આવેલી જેકલીને 2009માં અલાદીનથી પોતાના કરિયરની શરુઆત કરી હતી. પરંતુ વર્ષ 2011માં મર્ડર 2થી તેમને સફળતા મળી હતી.

બોલિવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે.તેમની બે ફિલ્મો 2025માં રિલીઝ થવાની છે, 'હાઉસફુલ 5' અને 'વેલકમ ટુ ધ જંગલ'. બંને અક્ષય કુમાર સાથે છે.