
જેકલીન એક તસવીરમાં કિલર સ્માઈલ પણ આપી રહી છે, જે તેની ચાંદ જેવી સુંદરતામાં વધુ વધારો કરી રહી છે. આ લુક દ્વારા જેક્લીને તેના ફેન્સને ક્રેઝી કર્યા છે. તેની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. દરેક કોમેન્ટ્સ સેક્શનમાં જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જેકલીનના ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, "વેસ્ટર્ન ગર્લનો દેશી અંદાજ." અન્ય એક યુઝરે કમેન્ટ કરી, "ખૂબ જ સુંદર સ્મિત." અન્ય એક યુઝરે લખ્યું, "પરફેક્ટ ફિટનેસ, ખૂબ જ સુંદર દેખાવ." જ્યારે એકે લખ્યું, "ડાયમંડની જેમ ચમકી રહી છે."