Israel Hamas War : ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ પર બની છે આ ફિલ્મ અને વેબસિરીઝ

Israel Hamas War: ઈઝરાયેલ ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલું છે, છતાં દુશ્મનોને ઈઝરાયલ તરફ જોવા માટે પણ ઘણી હિંમતની જરૂર છે. ઈઝરાયેલ તેની સૌથી શક્તિશાળી સૈન્ય શક્તિને કારણે વિશ્વભરમાં જાણીતું છે. દરેક યુદ્ધનો સામનો કરવા માટે ઈઝરાયેલનું સૌથી મોટું હથિયાર તેની ગુપ્તચર સંસ્થા 'મોસાદ' છે, જેના એજન્ટોનું નેટવર્ક આખી દુનિયામાં ફેલાયેલું છે. ઈઝરાયેલ અને મોસાદની આ જાસૂસીની ઘણી વખત ફિલ્મોમાં પણ ચર્ચા થઈ છે. તો તમે પણ આ મોસાદના મિશન પર આધારિત આ ફિલ્મો અને વેબ સિરીઝ જોવાની તક ચૂકશો નહીં.

| Edited By: | Updated on: Oct 09, 2023 | 8:16 PM
4 / 8
ઓ જેરુસલેમ - તેમાં બે મિત્રોની સ્ટોરી બતાવવામાં આવી છે. આ જ નામની એક નવલકથા પણ છે, જેના પર આ ડ્રામા ફિલ્મ આધારિત છે. આમાં બંને દેશો વચ્ચેના તણાવની સ્ટોરી પણ બતાવવામાં આવી છે.

5 / 8
મ્યુનિખ - સ્ટીવન સ્પિલબર્ગ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ મોસાદ દ્વારા ચલાવવામાં આવતા મિશન 'રેથ ઓફ ગોડ' પર આધારિત છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે 1972માં મ્યુનિખ ઓલિમ્પિક દરમિયાન પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન બ્લેક સપ્ટેમ્બરે ઈઝરાયેલની ઓલિમ્પિક ટીમના 11 ખેલાડીઓને બંધક બનાવ્યા હતા અને બાદમાં તેમની હત્યા કરી નાખી હતી. આ હુમલાનો બદલો લેવા માટે મોસાદ એક પ્લાન બનાવે છે જેમાં તે સફળ પણ થાય છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે.

6 / 8
મોસાદ 101 - અત્યાર સુધી નેટફ્લિક્સ પર ઉપલબ્ધ આ વેબ સિરીઝના 2 ભાગ રિલીઝ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 25 એપિસોડ છે. આ સિરીઝમાં ઈઝરાયેલના જાસૂસોને કેવી રીતે તાલીમ આપવામાં આવે છે તે કાલ્પનિક રીતે બતાવવામાં આવ્યું છે. સિરીઝની સ્ટોરી મોસાદના કમ્પાઉન્ડ હમીદ્રશાની આસપાસ ફરે છે, જે કેમેરા અને તકનીકી સાધનોથી ચારે બાજુથી ઘેરાયેલું છે. આ સિરીઝ જોવાનો અનુભવ પણ શાનદાર રહેવાનો છે.

7 / 8
ફૌદા - આ ટીવી સીરિઝ ઘણી લોકપ્રિય રહી છે, તે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના તણાવને પણ બતાવવામાં આવ્યો છે. બાદમાં તે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

8 / 8
7 ડેઝ ઈન એન્ટેબે - આ એક્શન થ્રિલર ફિલ્મ ઓપરેશન એન્ટેબે પર આધારિત છે. જેમાં 1976માં યુગાન્ડા એરપોર્ટ પર મોસાદ દ્વારા મુસાફરોને બચાવવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.