
આમિર ખાન અને રીના દત્તા વચ્ચેનો સંબંધ 16 વર્ષ સુધી ચાલ્યો. બંનેએ પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા અને આજે પણ બંને સારા મિત્રો છે. આજે પણ આમિર અને રીના વચ્ચે સારું બોન્ડિંગ છે. રીનાનું આમિર ખાનની બીજી પત્ની કિરણ રાવ સાથે પણ સારું બોન્ડિંગ છે.

રીના દત્તાની વાત કરીએ તો તે એક ફિલ્મ પ્રોડ્યુસર રહી ચુકી છે અને તેને લાઈમલાઇટથી દૂર રહેવાનું પસંદ છે. તેને પેઈન્ટિંગનો શોખ છે અને હવે તે પેઈન્ટિંગ કરે છે. તેની આર્ટ ગેલેરીઓ પણ જોવા મળે છે. આ સિવાય આમિર ખાનથી અલગ થયા બાદ તેણે નક્કી કર્યું હતું કે તે તેના જીવનમાં જે પણ કરવા માંગે છે તે કરશે. તે બિન્દાસ જીવન જીવે છે. તેણે સ્વિમિંગ અને સ્ક્વોશ શીખ્યા છે.