
આ પછી આશા ભોંસલેએ પ્રખ્યાત સંગીતકાર આરડી બર્મન સાથે લગ્ન કર્યા. આશાએ વર્ષ 1980માં પંચમ દા સાથે સાત ફેરા લીધા. પરંતુ આ ખુશી લાંબો સમય ચાલી નહિ. જ્યારે આશા 60 વર્ષની હતી ત્યારે તેના પતિનું અવસાન થયું હતું.

આશાના જીવનમાં ઉતાર-ચઢાવ ચાલુ રહ્યા. તેમની પુત્રી વર્ષા ભોસલેએ 2012માં 54 વર્ષની વયે આત્મહત્યા કરી હતી. તે સમયે આશા પોતે 80 વર્ષની હતી અને તેના માટે આ દુઃખ સહન કરવું એટલું સરળ ન હતું. આ પછી, ગાયકને આંચકો ત્યારે લાગ્યો જ્યારે ત્રણ વર્ષ પછી એટલે કે 2015માં, આશા ભોંસલેના પુત્ર હેમંત ભોસલેનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું.

પરંતુ આ બધા પ્રસંગોએ તેમની મોટી બહેન લતા મંગેશકરે તેમનો સાથ છોડ્યો ન હતો. તેમની બહેન લતા પણ હવે આ દુનિયામાં નથી અને તેમણે એક વર્ષ પહેલા 2022માં 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું.