
ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ હિના ખાને હાલમાં હેલો હોલ ઓફ ફેમ એવોર્ડ્સ 2023માં હાજરી આપી હતી. આ દરમિયાન એક્ટ્રેસનો લુક એકદમ ગ્લેમર લાગી રહ્યો હતો. (Image Credit: Hina Khan Instagram)

હિના ખાન આ ઈવેન્ટમાં ટ્રાન્સપરન્ટ રેડ આઉટફિટ પહેરીને હાજરી આપી હતી. એક્ટ્રેસ સારી દેખાતી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર આ તસવીરો સામે આવ્યા બાદ તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે. (Image Credit: Hina Khan Instagram)

હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પરથી કેટલીક તસવીરો શેયર કરી છે. એક્ટ્રેસ અલગ અલગ રીતે પોઝ આપતી જોવા મળે છે. (Image Credit: Hina Khan Instagram)

આ તસવીરો શેયર કરતાં હિના ખાને લખ્યું- હું જાણું છું કે હું આગ છું. અને તમે તેમાં સળગવા માંગો છો. એક્ટ્રેસના ફેન્સ તેની આ તસવીરો જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા છે અને તેના વખાણ કરતાં થાક્યા નહીં. પરંતુ બીજી તરફ ટ્રોલ એક્ટ્રેસ ટ્રોલર્સના નિશાના પર આવી છે. (Image Credit: Hina Khan Instagram)

હિના ખાન થોડા સમય પહેલા ઉમરાહ કરવા માટે ગઈ હતી. આવામાં ઘણા લોકોએ તેને ટ્રોલ કરતા કહ્યું છે કે શું આ એ જ હિના ખાન છે જે થોડા સમય પહેલા પોતાને પેક કરીને ઉમરાહ માટે નીકળી હતી?' તો અન્ય યુઝરે કહ્યું કે "ઉમરાહ પછીની આ હાલત છે", આ સિવાય અન્ય યુઝરે કહ્યું કે બધા સેલેબ્સ સરખા છે. (Image Credit: Hina Khan Instagram)