
હાર્દિકની પત્નીનું આ ગાઉન 15 ફૂટ લાંબું હતું. 40 કારીગરોએ 50 દિવસમાં નતાશાનો આ સુંદર ઘૂંઘટ તૈયાર કર્યું છે. આ સિવાય નતાશાના ગાઉનની લાંબી ટ્યૂલ સ્લીવ્ઝમાં નતાશા અને હાર્દિકના લેટર લખેલા હતા. તેના પર 'NH' લખેલું હતું. (Instagram)

નતાશા સ્ટેનકોવિકે તેના વ્હાઈટ વેડિંગ માટે ખૂબ જ સુંદર સફેદ ગાઉન પસંદ કર્યું હતું. આ ગાઉનમાં એક લાંબી ટ્રેલ, સ્લીવ્ઝ અને એક સ્વીટહાર્ટ નેકલાઈન બનાવવામાં આવી હતી. આ સિવાય તેના આ ગાઉનની સુંદરતા તેના ઘૂંઘટે વધારી દીધી હતી. (Instagram)

હાર્દિકની પત્નીએ તેના લુકને કમ્પ્લીટ કરવા માટે તેના વાળમાં સ્લીક બન બનાવ્યો હતો, આ સાથે જ તેને તેનો મેકઅપ ખૂબ જ નેચરલ રાખ્યો હતો. આ સિવાય તેણે વ્હાઈટ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. (Instagram)