
રાજીવ ખંડેલવાલઃ અભિનેતા રાજીવ ખંડેલવાલને ટીવીની દુનિયામાં એકતા કપૂરે લોન્ચ કર્યો હતો. રાજીવ 'ક્યા હદશા ક્યા હકીકત' શોમાં નેગેટિવ પાત્રમાં જોવા મળ્યો હતો. પરંતુ બાદમાં બાલાજી ટેલિફિલ્મ્સે તેને સીરિયલ 'કહીં તો હોગા'માં લીડ રોલ આપ્યો હતો. રાજીવ આજે મનોરંજન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. નાના પડદાથી લઈને મોટા પડદા સુધી તેના અભિનયની પ્રશંસા થઈ રહી છે. તેણે સિનેમેટિક કરિયરની શરૂઆત ફિલ્મ 'આમિર'થી કરી હતી.

પ્રાચી દેસાઈઃ આ દિવસોમાં બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રાચી દેસાઈને પણ એકતા કપૂરે લોન્ચ કરી હતી. પ્રાચી ઝી ટીવીના શો 'કસમ સે'માં લીડ રોલમાં જોવા મળી હતી. જોકે અગાઉ તેણે 'કસૌટી ઝિંદગી કી'માં બે દિવસ માટે કેમિયો ભજવ્યો હતો. તેણે આ સિરિયલમાં બાનીનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2008માં તેણે ફિલ્મ 'રોક ઓન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.