
અથિયાના ભાઈ અહાનની ફિલ્મના સ્ક્રીનિંગમાં કેએલ રાહુલ પહેલીવાર આથિયા સાથે જોવા મળ્યો હતો. તેણે શેટ્ટી પરિવાર સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.

આથિયા શેટ્ટીએ થોડાં વર્ષો પહેલા ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતુ પરંતુ શેટ્ટી ભાઈ અને બહેન બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી શક્યા નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયા બંનેનો પરિચય એક કોમન ફ્રેન્ડ દ્વારા થયો હતો. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા.