
આ પછી અભિનેત્રીએ પોતાનું નામ બદલીને કિયારા કરી દીધું. તેનું નામ પ્રિયંકા ચોપરાની 2010 માં આવેલી ફિલ્મ અંજના અંજાનીથી પ્રભાવિત છે. આ ફિલ્મમાં પ્રિયંકાનું નામ પણ કિયારા હતું. કિયારાએ આ નામને પોતાના પ્રોફેશનલ નામ તરીકે પસંદ કર્યું છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2023 કિયારા અડવાણી માટે ખૂબ જ ખાસ હતું. તે જ વર્ષે તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી કાર્તિક આર્યન સાથે સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી. હવે તે સાઉથની ફિલ્મ ગેમ ચેન્જરમાં જોવા મળશે ( photo credit- @kiaraaliaadvani)