
મોનાલિસાએ ખૂબ ધામધૂમથી ગણપતિજીને પોતાના ઘરમાં લાવીને સ્થાપના કરી છે. બિગ બોસના ઘરમાં તેની સાથે દેખાતા ઘણા ટીવી સ્ટાર્સે અને ઘણા એક્ટરો તેની પૂજામાં તેની સાથે જોડાયા હતા. મોનાલિસા પણ ગણપતિ પૂજા માટે પતિ સાથે અન્ય કલાકારોના ઘરે દર્શન કરવા માટે પહોંચી હતી.

ભોજપુરી અભિનેત્રી રાની ચેટર્જીએ પણ આ વખતે બાપ્પાની પૂજા કરી હતી. પોતાની એક તસવીર શેર કરીને ફેન્સને પણ શુભેચ્છા આપી છે. અને લખ્યું કે, વિઘ્નહર્તા ભગવાન ગણપતિના આશીર્વાદ આપણા બધા પર રહે.

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહે પણ પોતાના ફેન્સ સાથે ગણપતિની તસવીર શેર કરી હતી અને બધાને શુભેચ્છા પાઠવી છે. કાજલ રાઘવાની અને એકટ્રેસ આમ્રપાલી દુબેએ પણ તેમના ફેન્સને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી હતી અને ફોટો શેર કર્યા હતા.
Published On - 2:57 pm, Wed, 20 September 23