
સિદ્ધાંતે કહ્યું, 'મેં મિમિક્રીથી એક્ટિંગ શરૂ કરી હતી, પછી નાટકોમાં ઘણું કામ કર્યું. આ પછી મેં રમત-રમતમાં એક કોમ્પિટિશનમાં ભાગ લીધો.જેમાં સુશાંત રાજપૂત અને જેકલીન ફર્નાન્ડીઝ જજ હતા અને પ્રાદેશિકથી રાષ્ટ્રીય સુધીના તમામ રાઉન્ડ મેં જીત્યા હતા.

ગલી બોયમાં ઝોયા ઉપરાંત રણવીરે (Ranveer Singh) પણ મને ઘણી મદદ કરી હતી. ફિલ્મની પહેલી સ્ક્રીનિંગ પછી મેં તેને ગળે લગાડ્યો અને પાંચ મિનિટ સુધી રડ્યો. તે હંમેશા કહેતો, 'તુઝમે વો બાત હૈ'. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મની સ્ક્રીનિંગ બાદ રણવીરને ફોન આવ્યો કે 'તે એક્ટિંગ દ્વારાબ્લાસ્ટ કરી નાખ્યો છે'.