
OTT Release In June : આ સપ્તાહના અંતે OTT ચાહકો માટે ધમાકેદાર બનવા જઈ રહ્યો છે. આ અઠવાડિયે એક-બે નહીં પરંતુ 10 ફિલ્મો અને સિરીઝો OTT પર રિલીઝ થઈ રહી છે. જેમાં તમને દરેક ફ્લેવરનું કન્ટેન્ટ મળશે. તમને Netflix, Zee5, Disney Plus Hotstar, Amazon Prime Video, MX Player અને અન્ય OTT પ્લેટફોર્મ પર આ મૂવીઝ અને સિરીઝ જોવા મળશે. આ લિસ્ટમાં 'સ્કૂપ'થી લઈને અરશદ વારસીની સીરિઝ 'અસુર 2' સુધીની ઘણી રસપ્રદ સિરીઝ સામેલ છે. અહીં સંપૂર્ણ યાદી છે.

અસુર 2- અસુર 2, અરશદ વારસીની અસુરની બીજી સિઝન આ અઠવાડિયે રિલીઝ થઈ રહી છે. આ એક ક્રાઈમ થ્રિલર સિરીઝ છે, જેમાં સિરિયલ કિલરની વાર્તા બતાવવામાં આવી છે. પહેલા ભાગને આગળ લઈ જઈને બીજા ભાગમાં અરશદ વારસી સિવાય બરુણ સોબતી, અમેય વાળા અને રિદ્ધિ ડોગરા જેવા કલાકારો જોવા મળશે. તમે 1લી જૂને Jio સિનેમા પર Asura 2 જોઈ શકો છો.

સ્કૂપ- ક્રાઈમ ડ્રામા 'સ્કૂપ' પણ આ અઠવાડિયે OTT પર રિલીઝ થઈ રહી છે. હંસલ મહેતાની આ સિરીઝમાં કરિશ્મા તન્ના પત્રકાર જિગ્ના વોરાની ભૂમિકા ભજવી રહી છે. તમે તેને OTT પ્લેટફોર્મ Netflix પર 2 જૂને જોઈ શકો છો.

અ બ્યુટીફૂલ લાઈફ - આ એક માછીમારની વાર્તા છે, જેની છુપાયેલી પ્રતિભા એક સંગીત નિર્માતા દ્વારા શોધી કાઢવામાં આવે છે. હવે તેણે નક્કી કરવાનું છે કે તે સ્ટારડમ અને લોકોના પ્રેમ માટે તૈયાર છે કે નહીં. તમે 1 જૂનના રોજ OTT પ્લેટફોર્મ Netflix પર આ સિરીઝ જોઈ શકો છો. આ સિરીઝ અંગ્રેજીમાં છે.

સ્કૂલ ઓફ લાઈઝ - અવિનાશ અરુણની આ સિરીઝ પણ 2 જૂને ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી રહી છે. તમે તેને હિન્દીમાં જોઈ શકો છો. સિરીઝમાં ગુમ થયેલા સ્કૂલના છોકરાની વાર્તા બતાવવામાં આવી છે. સિરીઝમાં છોકરાના ગુમ થવા પાછળનું રહસ્ય ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હત્યાપુરી - આ સીરીઝ OTT પ્લેટફોર્મ Zee5 પર હિન્દી અને બંગાળી ભાષામાં આવી રહી છે. તે 2 જૂને સ્ટ્રીમ થશે. સંદીપ રાયની આ સિરીઝમાં જાણીતા તપાસનીશ પ્રદોષ ચંદ્ર મિત્તરની વાર્તા બતાવવામાં આવી છે.

મુંબઈકર- વિક્રાંત મેસી અને વિજય સેતુપતિની બ્લોકબસ્ટર ફિલ્મ 'મુંબઈકર' પણ આ અઠવાડિયે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રણવીર શૌરી, સચિન ખેડેકર, તાન્યા માણિકતલા અને સંજય મિશ્રા જેવા કલાકારો છે. એક્શન થ્રિલર ફિલ્મ બ્લોકબસ્ટર તમિલ ફિલ્મ 'માનગ્રામ'ની રિમેક છે. જેમાં બાળકના અપહરણની વાર્તા બતાવવામાં આવી છે. તમે તેને 2 જૂને Jio સિનેમા પર જોઈ શકો છો.