
શ્રીદેવીએ માત્ર ચાર વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. બાળ કલાકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ 'થુનવીન' હતી. શ્રીદેવીને મલયાલમ ફિલ્મ 'પૂમ્બટ્ટા' (1971) માટે કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી હતી.

દિવંગત બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની નાની બહેન શ્રીલતા યંગર છે. જે લાઈમ લાઈટથી દુર રહે છે.શ્રીદેવી અને તેની નાની બહેન શ્રીલતા વચ્ચે અપાર પ્રેમ હતો. તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, શ્રીદેવીના ડાન્સ વીડિયોથી લઈને દરેક બાબતમાં, શ્રીલતાએ તેની મોટી બહેનને ખૂબ સારી રીતે સપોર્ટ કર્યો.

શ્રીદેવીએ વર્ષ 1996માં ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર સાથે લગ્ન કર્યા, જેનાથી તેમને બે દીકરીઓ હતી. જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર. જ્હાનવીનો જન્મ વર્ષ 1997માં થયો હતો. જ્હાન્વી પછી બીજી દીકરીનો જન્મ વર્ષ 2000માં થયો હતો. બંનેએ તેનું નામ ખુશી રાખ્યું હતું.

અભિનેત્રી ખુશી કપૂરે હજુ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું નથી. ધ આર્ચીઝની વાત કરીએ તો તેમાં અગસ્ત્ય નંદા, સુહાના ખાન અને વેદાંગ રૈના પણ જોવા મળશે. સુહાના અને ખુશી કપૂર બંને આ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે

જ્હાન્વી અને ખુશી ઉપરાંત શ્રીદેવી વધુ બે બાળકોની માતા પણ હતી. તે અભિનેતા અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂર તેના સાવકા બાળકો હતા. આ બંને બાળકોનો જન્મ બોની કપૂરને તેમની પહેલી પત્ની મોના શૌરી કપૂરથી થયો હતો, જે હવે આ દુનિયામાં નથી.

હવા-હવાઈનો પતિ અને ફિલ્મ નિર્માતા બોની કપૂર અભિનેતા અનિલ કપૂર અને સંજય કપૂરના મોટા ભાઈ છે. શ્રીદેવી અનિલ અને સંજયની ભાભી બની. બોની, અનિલ અને સંજય દિવંગત બોલિવૂડ ફિલ્મ નિર્માતા સુરિન્દર કપૂરના પુત્રો છે.

હિન્દી સિનેમાની પ્રથમ મહિલા સુપરસ્ટાર ગણાતી અભિનેત્રી સોનમ કપૂર રિયા કપૂર અને અભિનેતા હર્ષવર્ધન કપૂર સાથે ખાસ કનેક્શન છે. સોનમ-રીહા અને હર્ષવર્ધન બોલિવૂડ એક્ટર અનિલ કપૂરના સંતાનો છે.