
વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેનાર એલ્વિશ યાદવે પણ પોતાની હરિયાણવી સ્ટાઈલથી લોકોના દિલ પર રાજ કર્યું છે. બિગ બોસના ઘરમાં સંપૂર્ણ સ્વેગ દેખાડનાર એલ્વિશ યાદવે તેની યુટ્યુબની આ સફર લગભગ 2016 માં શરૂ કરી હતી. 25 વર્ષીય એલ્વિશ યાદવ તેના પરિવાર સાથે હરિયાણાના ગુરુગ્રામમાં રહે છે. જો કે, તેની દેશી સ્ટાઈલને કારણે તે શરૂઆતથી જ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

બિગ બોસ ઓટીટી સીઝન-2ના વિજેતા એલ્વિશ યાદવને લાખો લોકો YouTube પર ફોલો કરે છે. એલ્વિશની માત્ર એક જ નહીં, પરંતુ ત્રણ યુટ્યુબ ચેનલો છે. જ્યારે તે 'Elvish Yadav' પર તેના ટૂંકા અને રમુજી વીડિયો મૂકે છે, ત્યારે તે બીજી ચેનલ 'Elvish Yadav Vlogs' પર રોજનું અપટેડ શેર કરે છે.

એલ્વિશ યાદવ એક એનજીઓ પણ ચલાવે છે. આટલું જ નહીં, સોશિયલ મીડિયા સિવાય તેની પાસે કપડાંની બ્રાન્ડ પણ છે, જેમાંથી તે ખૂબ પૈસા કમાય છે. આ માહિતી તેણે પોતે બિગ બોસના ઘરમાં આપી હતી.

અહેવાલો અનુસાર, એલ્વિશ યાદવની માસિક કમાણી લગભગ 8 થી 10 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, એલ્વિશ યાદવ પણ ખૂબ જ વૈભવી જીવન જીવે છે. રોયલ વાહનોના શોખીન એલ્વિશ યાદવના કાર કલેક્શનમાં કરોડોની કિંમતની ફોર્ચ્યુનર, હ્યુન્ડાઈ વર્ના, સેડાનનો સમાવેશ થાય છે. (all photo : Elvish Yadav facebook)