
ટીવી નિર્માતાને કારનો ખૂબ શોખ છે. તેમના કાર કલેક્શનમાં રૂ. 70 લાખની કિંમતની જગુઆર એફ પેસ, રૂ. 1.86 કરોડની મર્સિડીઝ-બેન્ઝ એસ ક્લાસ મેબેક એસ500 અને રૂ. 3.57 કરોડની કિંમતની સૌથી મોંઘી બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી કારનો સમાવેશ થાય છે.

'IWMBuzz' અનુસાર, એકતા કપૂરની કુલ સંપત્તિ 95 કરોડ રૂપિયા છે અને તે એક મહિનામાં 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.48 વર્ષની એકતા કપૂરે હજી લગ્ન કર્યા નથી. જો કે, તે સરોગસી દ્વારા વર્ષ 2019માં માતા બની હતી. તેમના પુત્રનું નામ રવિ કપૂર છે.