
તસવીરોમાં સારા, અમૃતા અને ઈબ્રાહિમ કેમેરા માટે પોઝ આપતા જોવા મળે છે. જેમાં કેપ્શન પણ લખ્યું હતું. સારાએ ફેમિલી ફોટો શેર કરીને દિવાળીની શુભેચ્છા પાઠવીને ચાહકોનું દિલ જીતી લીધું.

એક્ટ્રેસની વિશ કરવાની રીત ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. સારાની આ પોસ્ટ પર લોકો કોમેન્ટ કરીને તેના પરિવારને દિવાળીની શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે.

સારા હાલમાં 'કોફી વિથ કરણ 8' પર છે. હાલમાં કરણ જોહરે શોમાં મહેમાનોની લાઇન અપ દર્શાવતું ટ્રેલર રિલીઝ કર્યું હતું, જેમાં સારાની સાથે અનન્યા પાંડે પણ જોવા મળી હતી.

આ વખતે સારા અલી ખાન અને અનન્યા પાંડે સિવાય આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, રાની મુખર્જી, કાજોલ, અજય દેવગન અને રોહિત શેટ્ટી હોટ સીટ પર જોવા મળશે.
Published On - 11:29 pm, Sat, 11 November 23