
દિશાની જેમ તારા સુતારિયાએ પણ કાળા કપડા પહેર્યા હતા. દિશા અને તારા બંનેએ તેમની ફિલ્મ એક વિલન રિટર્ન્સનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે.

તેની અપકમિંગ ફિલ્મને લઈને દિશા ઘણી ખુશ છે. દિશા કહે છે કે તેણે મલંગ અને રાધે જેવી બે ફિલ્મોમાં ગ્લેમરસ કેરેક્ટર ભજવ્યા હતા. તે હવે તેના પાત્રમાં કંઈક અલગ રાખવા માંગતી હતી, તેથી તેણે એક વિલન રિટર્ન્સ સિલેક્ટ કર્યું, જેથી તે અલગ અલગ અવતારમાં દર્શકોનું મનોરંજન કરી શકે.

મોહિત સૂરી સાથે દિશા પટણીનો આ બીજો પ્રોજેક્ટ છે. આ પહેલા દિશાએ મોહિત સાથે મલંગમાં કામ કર્યું હતું. મલંગ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 29 જુલાઈએ થિયેટરોમાં આવનારી એક વિલન રિટર્ન્સ ધમાલ મચાવી શકે છે.