
યુઝર્સ સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવની જૂના અને હાલના ફોટોની સરખામણી કરી રહ્યા છે. દાવો કરીને કે તેણે ચિન ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે. ચાહકોને આ લુક બિલકુલ પસંદ આવ્યો નથી.

રાજકુમાર રાવની મે મહિનામાં બે ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એક છે 'શ્રીકાંત' અને બીજી 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'. અભિનેતાની આ બીજી ફિલ્મ 31 મેના રોજ સિનેમાઘરોમાં આવશે. તેમાં તેની હિરોઈન જ્હાન્વી કપૂર હશે. તેમજ તેની ફિલ્મ સ્ત્રી 2 પણ ટુંક સમયમાં જ રિલીઝ થશે.