TVના રામાયણના હનુમાન અભિનેતા હોવાની સાથે કુસ્તીબાજ હતા અને સાંસદ પણ રહી ચૂક્યા, 500 મેચ રમીને તમામ જીતી
દારા સિંહનું આખું નામ દિદાર સિંહ રંધાવા છે, જેનો જન્મ 19 નવેમ્બર 1928ના રોજ પંજાબમાં થયો હતો, તેમજ દારા સિંહનું મૃત્યુ 12 જુલાઈ 2012 મુંબઈના રોજ થયું છે.ટીવી સિરિયલ રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવીને ખુબ નામના મેળવી હતી. તો આજે આપણે દારા સિંહના પરિવાર વિશે વાત કરીએ.
1 / 11
દારા સિંહ ફ્રીસ્ટાઈલ કુસ્તીબાજ હતા. તેણે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન જ્યોર્જ ગાર્ડિયનકાને હરાવીને 1959માં કોમનવેલ્થ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. 1968માં તે અમેરિકાના વર્લ્ડ ચેમ્પિયન લૂ થીઝને હરાવીને ફ્રી સ્ટાઇલ રેસલિંગનો વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા.
2 / 11
દારા સિંહ પંચાવન વર્ષની ઉંમર સુધી કુસ્તી કરી અને તેની પાંચસો મેચમાંથી એકપણ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો નથી. 1983માં, તેમણે તેમના જીવનની છેલ્લી મેચ જીત્યા પછી કુસ્તીમાંથી સન્માનપૂર્વક નિવૃત્તિ લીધી હતી.
3 / 11
1960ના દાયકામાં, તેમની ફ્રી સ્ટાઇલ કુસ્તીનું સમગ્ર ભારતમાં પ્રભુત્વ હતું. બાદમાં તેમણેઅભિનેત્રી મુમતાઝ સાથે હિન્દી સ્ટંટ ફિલ્મોમાં પ્રવેશ કર્યો. અભિનય ઉપરાંત દારા સિંહે ઘણી ફિલ્મોનું નિર્દેશન અને લેખન પણ કર્યું હતું. તેણે ટીવી સિરિયલ રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.
4 / 11
અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા તેમને રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેઓ ઓગસ્ટ 2003 થી ઓગસ્ટ 2009 સુધી છ વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા.
5 / 11
7 જુલાઈ 2012 ના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ, તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,12 જુલાઈ 2012 ના રોજ સવારે 7.30 વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું.
6 / 11
જે દિવસોમાં દારા સિંહે કુસ્તીના ક્ષેત્રમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી, તે દિવસોમાં તેણે સુરજીત કૌર નામની M.A પાસ છોકરી સાથે લગ્ન કર્યા હતા,તેમને તેમની બીજી પત્ની સુરજીત કૌરથી ત્રણ પુત્રીઓ અને બે પુત્રો છે. પ્રથમ પત્નીથી જન્મેલ તેનો એકમાત્ર પુત્ર પ્રદ્યુમ્ન રંધાવા હવે મેરઠમાં રહે છે,
7 / 11
ટીવી પર હનુમાન બની ઘર-ઘરમાં પ્રખ્યાત થનારા દારા સિંહની જેમ તેનો પુત્ર બિંદુ દારા સિંહ પણ ખુબ મશહુર છે. પરંતુ તે વિવાદોના કારણે મશહુર છે. બિંદુ દારા સિંહે ટીવીથી લઈ બોલિવુડમાં કામ કર્યું છે.
8 / 11
6 મેના રોજ જન્મેલા વિંદુ દારા સિંહની પહેલી પત્ની અભિનેત્રી ફરાહ નાઝ હાશ્મી હતી. જેની સાથે તેના છુટાછેડા થઈ ગયા છે. ફરાહ નાઝ અભિનેત્રી તબ્બુની બહેન છે. ફરાહ અને વિંદુ દારા સિંહે 1996માં લગ્ન કર્યા અને 2002માં છુટાછેડા લીધા હતા.
9 / 11
વિંદુ દારા સિંહ બિગ બોસની ત્રીજી સીઝનનો વિજેતા છે. આ પહેલા 1996 માં તેણે સોની ટીવી પર જય વીર હનુમાન ટેલિવિઝન સિરીઝમાં ભગવાન હનુમાનની ભૂમિકા ભજવી હતી.
10 / 11
વિંદુએ વર્ષ 2006માં મોડલ દિના ઉમારોવા સાથે લગ્ન કર્યા, જેના ઘરે વર્ષ 2009માં એક પુત્રીનો જન્મ થયો. 2013માં બુકીઓ સાથેના સંબંધો અને 2013ના સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં સંડોવણી માટે તેની ધરપકડ કરવામાં આવી હતી.
11 / 11
વિદુનો પુત્ર ફતેહ સુંદર અને સ્માર્ટ પણ છે. વિંદુ દારા સિંહે બીજી વખત રશિયાની દિના ઉમારોવા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી બંનેને એક પુત્રી છે.