
આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ધુરંધર અને હવે ધુરંધર 2 દરેક જગ્યાએ ચર્ચામાં છે. આ ફિલ્મમાં ચાહકો રણવીર સિંહને ખુબ પસંદ કરે છે. આ ફિલ્મમાં તે ઈન્ડિયન સ્પાઈ એજેન્ટ જસકીરત સિંહ રાંગીના પાત્રમાં જોવા મળ્યો છે. જે પાકિસ્તાનમાં હમઝા બનીને રહે છે.

આ ફિલ્મમાં નિભાવવામાં આવેલા પોતાના પાત્રના કારણે રણવીર સિંહ ચારે બાજુ ચર્ચામાં છે. ધુરંધરમાં તેના પાત્રના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. આ કારણે રિલીઝના પહેલા જદિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી મામલે ઈતિહાસ રચ્યો છે.

ધુરંધર 2ની આ સફળતા વચ્ચે આજે આપણે વાત રણવીર સિંહના નિકનેમની કરીએ. તો હમઝા અને જસકીરતનું નામ દરેક જગ્યાએ ચર્ચામાં છે. પરંતુ શું તમે જાણો છો કે, આના પરિવારના સભ્યો તેમજ મિત્રો તેને ક્યાં નામથી બોલાવે છે. તેનું નિકનેમ શું છે.

રણવીર સિંહનું નિકનેમ રેમ્બો છે. એવું કહેવામાં આવે છે કે, તે દુનિયા માટે ભલે રણવીર સિંહ હોય પરંતુ તેના મિત્રો અને ઘરના સભ્યો માટે તે રેમ્બો છે. તે છેલ્લા 16 વર્ષથી બોલિવુડનો ભાગ છે. તેમણે 2010માં બેડ બાજા બારાત ફિલ્મથી ડેબ્યુ કર્યું હતુ.

ડેબ્યુ કર્યા બાદ રણવીર સિંહે ક્યારે પણ પાછળ વળીને જોયું નથી. એક બાદ એક બોલિવુડની સાથે સાથે ઓડિયન્સને પણ પાછળ છોડી દે છે. ધુરંધર 2માં તેનું સ્ટારડમ એક અલગ જ સ્તર પર છે. આ ફિલ્મના પહેલા પાર્ટે 1300 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

ધુરંધર 2 ફિલ્મે 9 દિવસમાં 1100 કરોડ રુપિયાથી વધારેનું કલેક્શન કર્યું છે. એવું લાગી રહ્યું છે કે, થોડા જ દિવસમાં આ ફિલ્મ પહેલા પાર્ટથી આગળ નીકળી જશે. રણવીર સિંહ બંન્ને પાર્ટમાં ફિલ્મનો ભાગ છે. ફિલ્મે અનેક ઈતિહાસ રચી દીધા છે. (all photo: tv9hindi)