
બોમન ઈરાનીના પિતાનું તેમના જન્મ પહેલા અવસાન થયું હતું. અભિનેતાનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું. તેની માતાનું પણ 2021માં નિધન થયું હતું.

બોમને એક સમયે વેઈટર તરીકે પણ કામ કર્યું હતું. પીઢ અભિનેતાએ લગભગ બે વર્ષ સુધી મુંબઈની તાજ હોટલમાં વેઈટર તરીકે કામ કર્યું હતું. તે દિવસોમાં અભિનેતાની માતા નાની બેકરી ચલાવતી હતી.

બોમન ઈરાનીએ તેની માતાને કામમાં મદદ કરવા વેઈટરની નોકરી પણ છોડી દીધી હતી. પ્રખ્યાત કોરિયોગ્રાફર શિયામક દાવરે બોમનને બોલિવૂડ જગતનો રસ્તો બતાવ્યો.

જે પછી તે થિયેટરમાં જોડાયા. થિયેટરના દિવસોમાં તેમની પ્રતિભા ધીમે-ધીમે બધાની નજરમાં આવવા લાગી. જે બાદ અભિનેતાએ 2001માં બે અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.