Bollywood News: બોલિવૂડ સ્ટારને અચાનક યાદ આવી ભગવાનની ભક્તિ, પ્રમોશનથી લઈ શુભેચ્છા મુલાકાતે પહોચી રહ્યા છે સ્ટાર્સ
સામાન્ય રીતે આપણે જોતા હોઈએ તો બોલિવૂડ સ્ટાર (Bollywood star)પોતાના ફિલ્મના પ્રોમોશન માટે મંદિરોમાં પૂજા અર્ચના માટે જતા હોય છે, ત્યાર હાલમાં જ જોવા મળ્યું કે, જાણે બોલિવૂડ જાણે ભક્તિમય થઈ ગયું હોય તેમ અભિનેતાઓ ભગવાનની પૂજા અર્ચના કરી તો કોઈ પોતાના સોશિયલ મીડિયા પર ભગવાનના ફોટો પોસ્ટ કરી રહ્યું છે.
હીરો નંબર વન તરીકે પ્રખ્યાત અભિનેતા ગોવિંદા રવિવારે વારાણસી પહોંચ્યો હતો. બાબા વિશ્વનાથ સહિત અન્ય મંદિરોમાં પૂજા-અર્ચના કરી હતી. ગોવિંદાને પોતાની વચ્ચે જોઈને સમર્થકો પણ ખુશ થઈ ગયા. તેમણે સમર્થકોને નિરાશ કર્યા નહીં અને હાથ મિલાવીને સૌનું અભિવાદન પણ કર્યું.
5 / 5
'ભૂલ ભૂલૈયા 2'ની સફળતા બાદ અભિનેતા કાર્તિક આર્યન કાશીમાં બાબા વિશ્વનાથ ધામના દર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર દર્શનનો ફોટો પોસ્ટ કર્યો છે.