
રામલીલા - બોલિવૂડનું પાવરફુલ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફિલ્મ રામલીલા દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

તુઝે મેરી કસમ - ફિલ્મ તુઝે મેરી કસમ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી, પરંતુ રિતેશ અને જેનેલિયાની લવસ્ટોરી આ ફિલ્મથી શરૂ થઈ હતી.

જંજીર - ફિલ્મ જંજીર દરમિયાન અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. ફિલ્મની સફળતા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

ઉરી - ડાયરેક્ટર આદિત્ય ધર અને યામી ગૌતમની લવ સ્ટોરી ફિલ્મ ઉરીના પ્રમોશન દરમિયાન શરૂ થઈ હતી. જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.