
નવરાત્રીના આગમનની સાથે જ તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે. હવે આ ફેસ્ટિવ સિઝનમાં ઘણી ફિલ્મોની પણ એન્ટ્રી થવા જઈ રહી છે. આ તહેવારોની સિઝનમાં દિવાળીથી ક્રિસમસ સુધી ઘણી ફિલ્મો રિલીઝ થશે, જેમાં બોલિવૂડ, હોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોનો સમાવેશ થાય છે. તો જાણી લો કઈ કઈ ફિલ્મો મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ વખતે દિવાળી 24 ઓક્ટોબરે છે અને આ અવસર પર ચાર ફિલ્મો રિલીઝ થવાની છે. આ ફિલ્મોમાં દિલ્લી ફાઈલ્સ, ધ બ્રિજ, થેંક ગોડ, રામ સેતુ ફિલ્મોનો સમાવેશ થાય છે.

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં સરદાર (તમિલ), વ્હાઈટ હાઉસ (તમિલ), પ્રિંસ (તમિલ, તેલુગુ), પડાવેટ્ટુ (મલયાલમ) રિલીઝ થવા જઈ રહી છે.

આ સાથે જ આ વખતે હોલિવૂડ ફિલ્મ બ્લેક એડમ પણ 21 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. આ વખતે નવરાત્રી, ક્રિસમસ, દિવાળી અને 26 જાન્યુઆરીના અવસર પર ઘણી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે.