કોઈ હતું વેઈટર તો કોઈ બદલતું હતું ડાયપર, જાણો કઈ જોબ કરતા હતા તમારા ફેવરિટ સ્ટાર

|

Aug 23, 2022 | 10:30 PM

બોલિવૂડમાં એન્ટ્રી પહેલા આ સ્ટાર્સે (Bollywood Celebs) અલગ-અલગ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવ્યું હતું પણ એક્ટર બનવાનું સપનું પૂરું કરવા તેઓ માયાનગરી આવ્યા હતા. ચાલો જાણીએ આવા કલાકારો વિશે.

1 / 11
અક્ષય કુમાર, રજનીકાંત, રણવીર સિંહ, કિયારા અડવાણી જેવા સ્ટાર્સને આજે ઓળખણ કોઈની મોહતાઝ નથી. આ બધાએ માત્ર બોલિવૂડમાં પોતાનું નામ જ નથી બનાવ્યું, પરંતુ પ્રસિદ્ધિની સાથે-સાથે ઘણું નામ પણ મેળવ્યું છે.

2 / 11
અક્ષય કુમાર: બોલિવૂડમાં 'ખિલાડી કુમાર' તરીકે ઓળખાતા અક્ષય કુમારની કહાની ખૂબ જ રસપ્રદ છે. તેના કરિયરની શરૂઆતમાં તે રસોડાના ફ્લોર પર સૂતા હતા અને વેઈટર તરીકે કામ કરતા હતા. અક્ષયે થાઈલેન્ડમાં માર્શલ આર્ટ શીખ્યું અને પછી બીજાને શીખવવાનું શરૂ કર્યું. અક્ષયના સ્ટુડન્ટે જ તેને મોડલિંગ માટે પૂછ્યું અને તે પછી તેને ક્યારેય પાછળ વળીને જોયું નથી.

3 / 11
આયુષ્માન ખુરાના: ખૂબ જ નાની ઉંમરે આયુષ્માન ખુરાનાએ ટીવીમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આયુષ્માન રોડીઝ અને ચેનલ વી પોપસ્ટાર જેવા રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો. પરંતુ તે પહેલા તેને જર્નાલિઝ્મમાં ગ્રેજ્યુએશન કર્યું હતું અને રેડિયો જોકી તરીકે કામ કર્યું હતું. આ પછી તેને રિયાલિટી શો દ્વારા ટીવીમાં એન્ટ્રી કરી અને પછી મોટા પડદા પર સફર શરૂ કરી.

4 / 11
સોનાક્ષી સિન્હા: જો સોનાક્ષી એક્ટર ન હોત તો તે ચોક્કસપણે ફેશન ડિઝાઈનર હોત. સોનાક્ષીએ બોલિવૂડમાં આવતા પહેલા ફેશન વીક માટે ડિઝાઇનર તરીકે કામ કર્યું હતું. તેણે લેક્મે ફેશન વીકમાં પણ ભાગ લીધો હતો.

5 / 11
રજનીકાંત: એક મિડલ ક્લાસ પરિવારમાં જન્મેલા રજનીકાંતને દક્ષિણ ભારતમાં ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે. દુનિયાભરમાં તેની ફેન ફોલોઈંગ છે. પરંતુ આ તબક્કે પહોંચતા પહેલા રજનીકાંતે એક કુલી, સુથાર અને બસ કંડક્ટર તરીકે કામ કર્યું હતું.

6 / 11
જેકલીન ફર્નાન્ડીઝ: શ્રીલંકન બ્યુટીએ માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું અને આ સમય દરમિયાન તેણે શ્રીલંકન બ્યુટી સ્પર્ધા પણ જીતી. તેણે ટીવી રિપોર્ટર તરીકે પણ કામ કર્યું હતું. આ સિવાય તેણે ઘણા ટીવી શો પણ હોસ્ટ કર્યા છે.

7 / 11
બોમન ઈરાનીઃ બોમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ મોડા ડેબ્યૂ કર્યું. પરંતુ તેને પોતાની એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. પરંતુ બોલિવૂડમાં અન્ટ્રી પહેલા તેને વેઈટર અને રૂમ સર્વિસ એટેન્ડન્ટ તરીકે કામ કર્યું હતું. આ સિવાય તેને તેની માતાને બેકરીની દુકાન ચલાવવામાં પણ મદદ કરી હતી.

8 / 11
સોહા અલી ખાનઃ માતા શર્મિલા ટાગોરના કારણે સોહાના લોહીમાં એક્ટિંગ હતી, પરંતુ તે બાળપણથી જ ભણવામાં હોશિયાર હતી. તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી માસ્ટર ડિગ્રી પૂરી કરી. આ પછી તેણે ફોર્ડ ફાઉન્ડેશન અને સિટીબેંકમાં કામ કર્યું.

9 / 11
અમીષા પટેલ: 'કહો ના પ્યાર હૈ' ફિલ્મમાં ઋતિક રોશન સાથે શાનદાર ડેબ્યૂ કરનાર અમીષા પટેલને આજે દરેક લોકો જાણે છે. પરંતુ બોલિવૂડમાં જોડાતા પહેલા તે એક સિક્યોરિટી ફર્મમાં ઈકોનોમિક એનાલિસ્ટ તરીકે કામ કરતી હતી.

10 / 11
રણવીર સિંહ: 'બેન્ડ બાજા બારાત', 'લૂટેરા', 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મોએ રણવીરને રાતોરાત સ્ટાર બનાવી દીધો. પરંતુ બોલિવૂડ સુપરસ્ટાર બનતા પહેલા રણવીર સિંહ એક એડવર્ટાઈઝિંગ એજન્સી માટે કોપીરાઈટર તરીકે કામ કરતો હતો.

11 / 11
કિયારા અડવાણી: 'શેરશાહ' અને 'ભૂલ ભુલૈયા 2' ફિલ્મો કરતા પહેલા કિયારા તેની માતા દ્વારા ચલાવવામાં આવતી શાળામાં બાળકોને ભણાવતી હતી. તે બાળકોના ડાયપર પણ બદલતી હતી.

Next Photo Gallery