Swara Bhaskar Photos: લીલા રંગ માટે સ્વરા ભાસ્કરે વ્યક્ત કર્યો પોતાનો પ્રેમ, તસવીરો શેયર કરીને કહી આ વાત
Swara Bhaskar Photos: સ્વરા ભાસ્કરે (Swara Bhaskar) તેના સંગીતની તસવીરો શેયર કરી છે. આ તસવીરો દ્વારા સ્વારા ભાસ્કરે લીલા રંગ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેના આ આઉટફિટને પાકિસ્તાનના એક ડિઝાઈનરે ખૂબ જ ખાસ કારીગરી સાથે તૈયાર કર્યો છે.
1 / 5
બોલિવુડની બેબાક એક્ટ્રેસ સ્વરા ભાસ્કર લગ્ન બાદથી સતત ચર્ચામાં છે. લગ્ન બાદ એક્ટ્રેસ પર પ્રેમનો રંગ ચડતો જોવા મળી રહ્યો છે. સ્વરાએ નવી તસવીરો શેયર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. (Instagram)
2 / 5
સ્વરા ભાસ્કરે તેના સંગીતમાં માટે જે આઉટફિટ પહેર્યો છે તેના માટે તેને લીલો રંગ પસંદ કર્યો હતો. સ્વરાનો આ લહેંગા ઘણી રીતે ખાસ છે. તેના આ આઉટફિટને પાકિસ્તાનના એક ડિઝાઈનરે ખૂબ જ ખાસ કારીગરી સાથે તૈયાર કર્યો છે. (Instagram)
3 / 5
સ્વરાએ તેના લગ્નના દરેક ફંક્શનમાં રંગો અને આઉટફિટનું ખૂબ ધ્યાન રાખ્યું છે. તેણે પ્રિ-વેડિંગ ફંક્શનમાં મુસ્લિમ કલ્ચરને પણ સંપૂર્ણ દર્શાયું છે. શેયર કરેલી તસવીરોમાં સ્વરા તેના પતિનો હાથ પકડીને જોવા મળી રહી છે. (Instagram)
4 / 5
આ તસવીરો શેયર કરતી વખતે સ્વરાએ કેપ્શનમાં લખ્યું કે, "Like a Queen in green courtesy my fave". એટલે કે તેને આ આઉટફિટમાં રાણીવાળી આ ફિલિંગ આવી રહી છે. (Instagram)
5 / 5
સ્વરાના ચહેરા પર વેડિંગ ગ્લો સ્પષ્ટ જોઈ શકાય છે. તેણે ખુશી સાથે દરેક ફંકશનમાં મુસ્લિમ કલ્ચરને દર્શાવ્યું છે. સ્વરા હાલમાં તેના સાસરિયાઓ સાથે બરેલીમાં છે. જ્યાં રિસેપ્શન પણ રાખવામાં આવ્યું છે. (Instagram)