
કૃતિ એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મો સિવાય કૃતિ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કૃતિ બાટા, અર્બન ક્લેપ, ફેમ, ટાઈટન રાગા જેવી ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે અને જો રિપોર્ટ્સનું માનીએ તો તે દર વર્ષે 2 કરોડ રૂપિયા કમાય છે. (Image : Instagram)

27 જુલાઈ 1990ના રોજ જન્મેલી કૃતિ સેનન પંજાબી પરિવારમાંથી આવે છે. કૃતિએ ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં બીટેક કર્યું છે. કૃતિ પાસે મુંબઈમાં કરોડોની કિંમતનું ઘર છે. તેના આલીશાન ઘરમાં તે તેના માતા-પિતા અને બહેન નૂપુર સાથે રહે છે. તેના ઘરની કિંમત અંદાજિત કિંમત 60 કરોડ છે. કૃતિ પાસે ઘણી મોંઘી કાર પણ છે. તે ઓડી Q7, બીએમડબલ્યૂ 3 સિરીઝ, મર્સિડીઝ બેન્ઝ સહિત અનેક વાહનોની માલિક છે. (Image : Instagram)