
કંગના રનૌત: કંગના રનૌતના કડક અંદાજથી લોકો ડરે છે, એ વાત પણ બધાને ખબર છે કે કંગના હજુ સુધી અનમેરિડ છે પણ તેને લગ્ન કરેલા વ્યક્તિ સાથે પ્રેમ થયો, જેનો ઉલ્લેખ તે ઘણી વખત રિયાલિટી શોમાં કરી ચૂકી છે. મીડિયા રિપોર્ટસનું કહેવુ છે કે તે ઋતિક રોશન સાથે પોતાના સંબંધને લઈને ચર્ચામાં આવી હતી. ઋતિક મેરિડ હતો અને આ અફેયરે તેના છુટાછેડા કરાવી દીધા અને કંગના સાથે પણ સંબંધ ના રહ્યા.

શ્રીદેવી: બોલીવુડ અભિનેત્રી હવે આ દુનિયામાં રહી નથી પણ પ્રોફેશનલથી લઈને તેની પર્સનલ લાઈફને લઈને અભિનેત્રી ખુબ જ ચર્ચામાં રહી છે. ચાંદની ફિલ્મના શૂટિંગ દરમિયાન શ્રીદેવીએ બોની કપૂરને પોતાનું દિલ આપી દીધુ. જો કે બોની કપૂર એ પહેલા જ મેરિડ હતા પણ તેમને શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા અને મોનાને છુટાછેડા આપી દીધા હતા. એક ઈન્ટરવ્યુમાં પણ મોનાએ જણાવ્યું હતું કે શ્રીદેવી સાથે લગ્ન કર્યા બાદ બોનીના બંને બાળકોએ ઘણુ સહન કર્યુ. જણાવી દઈએ કે વર્ષ 2012માં મોનાનું નિધન થયુ હતું.