TV9 GUJARATI | Edited By: Meera Kansagara
Jan 27, 2023 | 9:55 AM
Happy Birthday Bobby Deol : બોલિવૂડ એક્ટર બોબી દેઓલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અભિનેતાનો જન્મ 27 જાન્યુઆરી 1969ના રોજ થયો હતો. બોબી દેઓલએ ધર્મેન્દ્ર અને તેની પ્રથમ પત્ની પ્રકાશ કૌરનો પુત્ર છે. (Instagram-iambobbydeol)
બોબીએ બરસાત ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જે પછી તે શોલ્જર, ગુપ્તઃ ધ હિડન ટ્રુથ, દિલ્લગી, બાદલ, બિછૂ જેવી ફિલ્મોમાં પણ મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યો હતો.
આમ તો બોબીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નાના પુત્રને ફિલ્મો કરતાં OTT પ્લેટફોર્મ પર વધુ પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારથી બોબી દેઓલ આશ્રમ શ્રેણીમાં દેખાયો છે. લોકો તેની જૂની ફિલ્મોને ભૂલી ગયા હોય તેવું લાગે છે. (Instagram- Twitter)
બાબા નિરાલા બનીને એક્ટર દરેક ઘરમાં ફેમસ થઈ ગયો છે. આ સિરીઝના ત્રણ ભાગ રિલીઝ થઈ ચૂક્યા છે અને દર્શકો ચોથા ભાગની રાહ જોઈ રહ્યા છે. બાબા નિરાલાના પાત્રમાં જોવા મળેલા બોબીએ બધાને પોતાના દિવાના બનાવી દીધા છે.
'આશ્રમ'માં બોબી દેઓલનું કામ બધાને ગમ્યું. આ સીરિઝમાંથી અભિનેતાએ ધમાકેદાર કમબેક કર્યું છે. આ પહેલા તે રેસ 3માં જોવા મળ્યો હતો પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નથી.