
અભિનેત્રી અનન્યા પાંડે હાલમાં જ આદિત્ય રોય કપૂર સાથે વેકેશન મનાવીને પરત ફરી છે. આ દરમિયાન તે ફોટા પણ શેર કરી રહી છે. બંને વચ્ચેની નિકટતા હવે કોઈનાથી છુપાયેલી નથી અને ચાહકો પણ આ સંબંધ પર પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. ( Photo credit- @ananyapanday)

હાલમાં અનન્યાએ સ્પેન ટ્રિપથી પોતાના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે બિકનીમાં જોવા મળી રહી છે. અભિનેત્રીના આ ફોટોમાં સમુદ્ર કિનારે રિલેક્સ કરતી જોવા મળી રહી છે.

આ દરમિયાન અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને તેણે સનગ્લાસ પણ પહેર્યા છે. અનન્યાએ ટાપુના સુંદર નજારાની ઝલક પણ ચાહકો સાથે શેર કરી છે.

અનન્યાએ આ ફોટો સ્પેનિશ આઇલેન્ડ ઇબિઝાથી શેર કર્યો છે. આ ફોટામાં તે બ્લુ કલરની સેમી ઓફ શોલ્ડર બિકીનીમાં જોવા મળી રહી છે. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તેના બેસ્ટ ફ્રેન્ડ અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને પણ એક્ટ્રેસના આ ફોટા પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું- વાહ, બિકીની બેબ. આ સિવાય ચાહકો પણ અનન્યાની આ તસવીરોના વખાણ કરતા જોવા મળે છે.( all Photo credit- @ananyapanday)
Published On - 9:38 am, Wed, 26 July 23