વિજય દેવરકોંડા સાથે સમુદ્ર કિનારે અનન્યાએ આપ્યો પોઝ, બ્રાલેટ ડ્રેસમાં સિઝલિંગ લુકમાં મળી જોવા
અનન્યા પાંડે (Ananya Panday) અને વિજય દેવરકોંડા તેમની ફિલ્મ 'લાઈગર'ના પ્રમોશનમાં બિઝી છે. અનન્યા પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિજય દેવરકોંડા સાથેની કેટલીક તસવીરો શેયર કરી છે, તે ઝડપથી વાયરલ થઈ રહી છે.
1 / 5
અનન્યા પાંડે સમુદ્ર કિનારે વિજય દેવરકોંડા સાથે કિલર પોઝ આપતી જોવા મળે છે. અનન્યાએ પિંક કલરનું બ્રાલેટ ટોપ પહેર્યું છે અને તેને કમ્પલીટ કરવા માટે તેણે પેન્ટ પહેર્યું છે. જ્યારે વિજય દેવરકોંડાએ પ્રિન્ટેડ ઓપન શર્ટની સાથે બ્લેક પેન્ટ કેરી કર્યું છે.
2 / 5
અનન્યા પાંડે અને વિજય દેવરકોંડા તેમની ફિલ્મ 'લાઈગર'ના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં જ બંને પર ફિલ્માવાયેલું રોમેન્ટિક ગીત 'આફત' રિલીઝ થયું છે. આ ગીતમાં અનન્યાના સિઝલિંગ લૂકની સાથે વિજય પણ ખૂબ જ ડેશિંગ લૂકમાં જોવા મળ્યો.
3 / 5
અનન્યા પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિજય દેવરકોંડા સાથેની કેટલીક સિઝલિંગ તસવીરો શેર કરી છે, જેમાં બંને સ્ટાર્સ એકદમ અલગ દેખાઈ રહ્યા છે. બંનેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
4 / 5
અનન્યા પાંડેએ આ તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, 'આફત, હવે જુઓ અમારું વાઇબ ગીત.' લોકો આ બંનેની તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની આ તસવીરો પર લોકો ફાયર ઇમોજી પણ શેર કરી રહ્યા છે.
5 / 5
અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાની અપકમિંગ ફિલ્મ 'લાઈગર' 5 ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. આ બંને સિવાય આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન, રોનિત રોય અને મકરંદ દેશપાંડે જેવા કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મ પુરી જગન્નાથે ડાટરેક્ટ કરી છે જે 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.