
તેણે મોટાભાગની ફિલ્મોમાં નેગેટિવ રોલ એટલે કે વિલનની ભૂમિકા ભજવી છે. તેમ છતાં દર્શકોએ તેમને ઘણો પ્રેમ અને સન્માન આપ્યું છે.અમરીશ પુરીએ 3 દાયકાથી વધુ સમય સુધી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે તેણે પોતાના પુત્રને બોલિવૂડમાં ન આવવાની સલાહ આપી હતી.

અમરીશ પુરીનો જન્મ પંજાબના જલંધરમાં થયો હતો. અમરીશ પુરી બોલીવુડમાં હીરો બનવા આવ્યા હતા. પરંતુ તે વિલન બની ગયા હતા.1987ના મિસ્ટર ઈન્ડિયામાં તેમનું પાત્ર મોગેમ્બો ખૂબ જ પ્રખ્યાત થયું હતું. ફિલ્મ 'મોગેમ્બો ખુશ હુઆ'નો ડાયલોગ આજે પણ લોકોના મનમાં છવાયેલો છે.

નમ્રતા પુરી એક્ટિંગની દુનિયાથી ઘણી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર જાણીતું નામ છે.નમ્રતા સુંદરતા અને ફેશનના મામલે ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે તે સોફ્ટવેર એન્જિનિયર હોવા છતાં ફેશન ડિઝાઇનર તરીકે વધુ પ્રખ્યાત છે.

દિવંગત સુપરસ્ટાર અમરીશ પુરીના પૌત્ર વર્ધન પુરીએ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે. વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'યે સાલી આશિકી'થી વર્ધન પુરીએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.