
1982માં 'કુલી'ના શૂટિંગ દરમિયાન બિગ બી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અમિતાભ બચ્ચન અંદાજે બે મહિના હોસ્પિટલમાં રહ્યા હતા અને 2 ઓગસ્ટ, 1982ના રોજ ઘરે પરત ફર્યા હતા.

પોતાના બ્લોગમાં તેણે એ પણ માહિતી આપી હતી કે, તે તેના ચાહકોને મળી શકશે નહીં. તેણે લખ્યું છે કે, “આજે સાંજે જલસા ગેટ પર મારા ચાહકને મળવું મુશ્કેલ હશે અથવા હું એમ કહીશ કે હું તેમને મળી શકીશ નહીં.