
આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મ દ્વારા આલિયાએ પહેલીવાર સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં કામ કર્યું છે.

આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેનો પુરાવો ફિલ્મની કમાણી પરથી જ મળે છે.

ફિલ્મમાં આલિયા ભટ્ટની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેણે ગંગુબાઈના રોલમાં બધાના દિલ જીતી લીધા છે.

પહેલા દિવસે 10.50 કરોડ, બીજા દિવસે 13.32 કરોડની કમાણી કર્યા બાદ રવિવારે ફિલ્મે 15 કરોડની કમાણી કરી લીધી છે. તો આ પ્રમાણે ફિલ્મે 3 દિવસમાં 38.32 કરોડની કમાણી કરી લીધી છે.

હવે મહાશિવરાત્રીની રજા રહેશે અને તે દિવસે પણ ફિલ્મની કમાણી વધી શકે છે. આ સાથે હવે જોવાનું એ છે કે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં ક્યારે સામેલ થશે.