
અલાના પાંડેએ તેના બ્રાઈડલ લુકને પૂર્ણ કરવા માટે ડાયમંડ ચોકર સ્ટાઈલનો નેકપીસ પહેર્યો છે. મેચિંગ માંગ ટિક્કા અને તેના કપાળ પરની નાની બિંદી તેને ખૂબ જ સુંદર બનાવી રહી છે. અલાનાએ હાથમાં એક સુંદર હીરાની વીંટી પહેરી છે.

અલાના પાંડે એક મોડલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર છે. તેનો બોયફ્રેન્ડ આઇવર મેક્રે અમેરિકન ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર છે. અલાના એક્ટર ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેની પુત્રી છે. અલાના ચંકી પાંડેની પુત્રી અભિનેત્રી અનન્યા પાંડે કરતાં મોટી છે. (Credit :- Alanna Panday instagram)